ગુજરાત રાજ્યમાં ખૂબ જ સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજ્યમાં રાજકારણમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે.ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા કોઈ પણ ઘડીએ કોંગ્રેસમાં જોડાઇ શકે તેવા સમાચાર આવી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિ ના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોઈપણ સમયે કોંગ્રેસમાં જોડાય તેવી પૂરી શક્યતાઓ છે.
હાલમાં સૂત્રોની મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ આવવાની ઇચ્છા દર્શાવી હતી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા ને કોંગ્રેસમાં લાવવા મધ્યસ્થી કરી રહ્યા છે.
જોકે આ અંગે હજુ સુધી આ વાતને લઈને બંને તરફથી કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.જોકે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની ઘર વાપસીને લઇને કોંગ્રેસના હાઈ કમાન્ડ મહોર લગાવશે.
રાજ્યસભાની ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલા ના કહેવાથી કોંગ્રેસના 8 દિગ્ગજ ધારાસભ્ય એ ક્રોસ વોટિંગ કર્યું હતું.ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના આવે થોડાક જ દિવસો બાકી છે.
ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા જો કોંગ્રેસ માં જોડાશે તો આગામી ચૂંટણીમાં પક્ષના પરિણામો સારા આવવાની સંભાવનાઓ ખરી! મારે હવે રાજ્યના દરેક લોકોની નજર આગામી શંકરસિંહ વાઘેલાના નિર્ણય પર રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment