સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે કરાવ્યો આંતરિક સર્વે, પરિણામો કઈંક આવ્યા આવા સામે.

Published on: 3:31 pm, Wed, 3 February 21

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે આ ચૂંટણી સત્તાધારી પક્ષ અને વિપક્ષ માટે ટક્કરની રહે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.ચૂંટણી અંતર્ગત રાજ્યની ભારતીય જનતા પાર્ટી એ એક આંતરિક સર્વે કરાવ્યો અને.

જેમાં મહાનગરપાલિકામાં ભાજપને જીતનો સ્વાદ ચાખે તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે તમામ છ મહાનગર પાલિકામાં ભાજપ તરફી વાતાવરણ હોવાનો સર્વેમાં રિપોર્ટ બોલી રહ્યો છે.છ મહાનગર પાલિકાના ભાજપ તરફી રિપોર્ટ જોતા પક્ષના નેતાઓ ખુશી માં છે.

જોકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં ભાજપ ને ઘણી મુશ્કેલી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ ભાજપ માટે મોટું પડકારજનક છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને પક્ષોમાં તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને અન્ય પક્ષો ધીરે-ધીરે પોતાના ઉમેદવારો પણ જાહેર કરી રહ્યા છે.

રાજ્યમાં કોરોના મહામારી દરમ્યાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છ મહાનગરપાલિકાઓની 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!