લગભગ છેલ્લા 70 દિવસથી ચાલી રહેલું આંદોલન ના ખેડૂત મિત્રો એ ફરી એકવાર ફેબ્રુઆરીના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. સોમવારના ખેડૂતોના સંયુક્ત મોરચાની બેઠકમાં સહમતી બન્યા બાદ ભારતીય કિસાન યુનિયન ના નેતા બલબીર સિંહ રાજેવાલે આની જાહેરાત કરી છે.
રવિવારના રોજ ખેડૂત નેતા સતનામ સિંહ પનું એ ભારત બંધના સંકેત આપ્યા હતા.તેઓએ કહ્યું હતું કે સોમવાર ની મીટિંગમાં સહમતી બન્યા બાદ તારીખની જાહેરાત કરી દેવામાં આવશે. આ દિવસે ખેડૂતો 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી.
ખેડૂતો રસ્તા પર ટ્રાફિક રોકશે અને ઉલ્લેખનીય છે કે આપેલા ખેડૂતો 8 ડિસેમ્બરના રોજ પણ ભારત બંધની જાહેરાત કરી હતી.ખેડૂત આંદોલન ની વચ્ચે પ્રધાનમંત્રી મોદીની વિરુધ્ધ વિવાદાસ્પદ ટ્વિટ કરવા પર સરકારે કડક પગલા ઉઠાવ્યા છે.
આઈટી મંત્રાલયે ટ્વિટરને 250 એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યા હતા અને ત્યારબાદ આ તમામ એકાઉન્ટને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
#ModiPlanningFarmerGenoside હેશટેગ ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવ્યું હતું. શનિવારના રોજ આ હેશટેગ ટ્વીટર પર લીડ રહ્યુ હતુ. આમાંથી અનેક ટ્વિટર એકાઉન્ટ વિદેશથી ચાલી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment