મહાનગરપાલિકાઓની ચૂંટણી ને લઈને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો.

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ એ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે તો અમુક જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.

આમ ચૂંટણીની તારીખ જાહેર થતાં તોડ-જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચૂંટણીને લઈને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ શરૂ કર્યો છે.ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કરીને પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે.

મહાનગરપાલિકાઓની ચૂંટણી ને લઈને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પાંચ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોનાં નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરી અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે.

5 માર્ચ જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો જાહેર થશે. અહીં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. છ મહાનગર પાલિકા, આઠ નગરપાલિકા,31 જીલ્લા પંચાયત,231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*