પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિવિધ મુદ્દે પ્રજાસત્તાક દિવસે તેમના યાત્રા કાઢવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પોલીસે મંજૂરી ન આપવાથી તિરંગા યાત્રા નીકળે તે પહેલાં જ પાસ ના 70 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
અને હવે આ યાત્રા 7 ફેબ્રુઆરીએ કાઢવા માટેનું આયોજન થઈ રહ્યું છે.બીજી તરફ તિરંગા યાત્રાની મંજુરી નહીં આપવા અંગે હાઈકોર્ટમાં થયેલી અરજી સંદર્ભે આજ રોજ સુનાવણી થવાની છે.કૃષિ કાયદાના વિરુદ્ધ માં ચાલતા.
ખેડૂત આંદોલનના સમર્થનમાં અને પાસ ના કાર્યકરો સામે થયેલા કેસો પાછા ખેંચવા અને સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ ની માંગ સાથે પ્રજાસત્તાક દિવસે તિરંગા યાત્રા યોજવા આયોજન કરવામાં આવ્યો હતો.
જે અંગે પોલીસ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી છતાં પાસ દ્વારા યાત્રા કાઢવાનો પ્રયાસ થયો હતો.જે સંદર્ભે પાછા અલ્પેશ કંથારિયા, ધાર્મિક માલવિયા,કોંગ્રેસના પૂર્વ નગર સેવકો સહિત 70 જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.
પાટીદાર અનામત આંદોલન સમિતિના સક્રિય યુવા અગ્રણી ધાર્મિક માલવિયા પણ મહાનગરપાલિકાની ચૂંટણી માં મેદાનમાં જ કરાવે તેવી શક્યતા છે અને ધાર્મિક માલવિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે.
સુરત મહાનગરપાલિકાના વર્ષ 2015 ની ચૂંટણી માં વરાછા વિસ્તારમાં કોંગ્રેસના શાનદાર પ્રદર્શન પાછળ પાટીદાર અનામત આંદોલન નું યોગદાન રહ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment