સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને આ સર્વે માં કરાયો મોટો દાવો, મોટાભાગના મતદાતાઓ આ પક્ષની તરફેણમાં.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરી અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. 5 માર્ચ જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો જાહેર થશે.

અહીં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. છ મહાનગર પાલિકા, આઠ નગરપાલિકા,31 જીલ્લા પંચાયત,231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને IB સર્વેમાં મહત્વનો દાવો કરવામાં આવ્યો છે.

અને દાવા મુજબ 80 ટકા મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. આપણે જણાવી દઈએ કે ઓવેસી ફેક્ટર અન્ય પક્ષને નુકસાન પહોંચાડી શકે છે.સર્વેમાં એવું કહેવાય રહ્યું છે કે પાટીદાર આંદોલનથી ભાજપની સ્થિતિ વધારે મજબૂત થઇ છે.

અને એક વોર્ડમાં 20થી પણ વધારે દાવેદારી થાય તેવું હાલમાં સ્થિતિ છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજ્યના નાના મોટા શહેરોમાં ભાજપે પોતાનું શકિત પ્રદર્શન શરૂ કર્યું છે.

અમદાવાદ શહેર ના પૂર્વ વિસ્તારમાં પક્ષ પ્રમુખ પાટિલની ઉપસ્થિતિ માં બે સંમેલનો યોજાયા હતા અને આ સંમેલનમાં ભાજપે શક્તિપ્રદર્શન બતાવી આ વિસ્તારમાં પોતાની હાજરી નોંધાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*