કોરોના મહામારી બંધ પડેલા ટ્યુશન ક્લાસિસ હવે ટૂંક સમયમાં ગુજરાતમાં શરૂ થશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહી દીધું છે કે હવે રાજ્યમાં ટૂંક સમયમાં ટ્યુશન ક્લાસિસ શરૂ થશે. રાજકોટના ટ્યુશન ક્લાસીસના સંચાલકો સાથે.
પણ શિક્ષણ મંત્રીની બેઠક થઈ હતી અને જેમાં કલાસીસ સંચાલકોને ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા અંગેની પણ લીલીઝંડી અપાઈ શકે સાથે છે.હાલમાં 80 ટકા કરતાં.
વધારે સ્કૂલમાં ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ થઈ ગઈ છે.50 ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓના હાજરી થઈ રહી છે.જોકે હવે આગામી ટૂંક સમયમાં ધોરણ 9 અને 11 મા પણ શાળાકીય શિક્ષણ શરૂ થઈ જશે.
કોરોના કાળમાં બંધ પડેલા ધો 9 અને 11 ના વર્ગો શરૂ કરવા આગામી 27 મી ના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.રાજ્યના શિક્ષણ મંત્રી રાજ્યમાં ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા માટે.
સંચાલકોને મળ્યા હતા અને બેઠક પણ કરી છે. જે પ્રમાણે હવે ટૂંક સમયમાં ખાનગી ક્લાસિસ શરૂ કરવાની હૈયાધારણ આપી હોવાનું કલાસીસ સંચાલકોએ જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment