ગુજરાત રાજ્યમાં શાળા ખોલવા મુદ્દે વાલીઓએ જાણો શું કહ્યું શું તેઓ બાળકોને શાળા એ મોકલશે?

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 માટે શાળાઓ અને UG અને PG માટે છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.શાળાઓમાં કેન્દ્ર સરકારને SOP નું ફરજિયાત પણે પાલન કરવાનું.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું છે.બીજી તરફ શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં તે બાબતે જણાવ્યું હતું. આ પરિસ્થિતિ વચ્ચે વાલીમંડળ હાલમાં મેદાને ઉતર્યું છે અને તેઓ કહી રહ્યા છે કે રાજ્યમાં ફેબ્રુઆરી સુધી શાળાઓ ચાલુ થવી ન જોઈએ.

વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હજુ સમગ્ર ગુજરાત અને ભારતમાં જે રીતે કોરોના ચાલી રહ્યું છે તેના કારણે ભારત સરકારે અમુક કાયદા ઉઠાવ્યા નથી. મને લાગે છે કે, ફેબ્રુઆરી સુધીમાં હજુ સુધી શાળા ખુલવાના અણસાર દેખાયા નથી.

અને બાળકને શાળાએ મોકલવી હિતાવહ નથી.વાલી મંડળના પ્રમુખે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી ને વિનંતી કરતા કહ્યુ કે,ભણવાનું આખી જિંદગી રહેશે પણ આ વર્ષે બાળકોને શાળાએ ન મોકલે તો જ વધારે હિતાવહ રહેશે.પરીક્ષા બાબતે નરેશ શાહે જણાવ્યું કે,

ધોરણ 9 થી 12 ની પરીક્ષા લેવાવી જોઈએ અને ધોરણ 1 થી 8 ના બાળકોને માસ પ્રમોશન આપવામાં આવવું જોઈએ કારણકે સરકારની HRD ના મિનિસ્ટ્રી અનુસાર ભારતના 2009 RTE ના કાયદા અનુસાર કોઈ પણ બાળકને નાપાસ કરવામાં આવતો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*