ગુજરાત રાજ્યમાં શાળાઓ ચાલુ કરવાને લઈને શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત, આ તારીખથી ચાલુ થશે શાળા કોલેજો

276

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ શાળા-કોલેજો ચાલુ થવાને લઈને મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યમાં 11 જાન્યુઆરી થી ધોરણ 10 અને 12 અને પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ છેલ્લા વર્ષ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યની તમામ CBSE બોર્ડ સહિત તમામ બોર્ડના આ નિર્ણય લાગુ પડશે.

શિક્ષણ મંત્રી મહત્વનું નિવેદન આપ્યું છે કે સંચાલકોએ શાળામાં સ્વચ્છતા રાખવી પડશે.થર્મલ ગન સહિત માસ્ક વ્યવસ્થા કરવી પડશે.તમામ વિદ્યાર્થીઓ નું તાપમાન ચેક કરવું પડશે. વિદ્યાર્થીઓના વાલીઓને સંમતિ મેળવવાની રહેશે અને શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી.

ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે અને અન્ય ધોરણ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે.ગુજરાત રાજ્યમાં છેલ્લા દસ મહિનાથી શાળાઓ બંધ છે જે હવે ખુલવા જઈ રહી છે. શિક્ષણ મંત્રી ચુડાસમાએ ગુજરાતમાં શાળાઓ ખુલવા અંગે મોટી જાહેરાત કરી છે.

અને ધોરણ 10 અને 12 નું રેગ્યુલર શિક્ષણકાર્ય ચાલુ થઇ જશે, તમામ શાળાઓએ ઓફલાઈન શિક્ષણની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું રહેશે.શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ માટે માસ્ક સેનેટાઈઝર.

તેમજ થર્મલ ગન સહિત જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવાની રહેશે તેમજ શાળામાં પણ વિદ્યાર્થીઓએ ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટન્સ નિયમોનું પાલન કરવાનું રહેશે.શરૂ કરવા માટે સરકાર તબક્કાવાર નિર્ણય લેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!