દેશના પાટનગર દિલ્હી ની સરહદ પર ચાલી રહેલ ખેડૂત આંદોલન માંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે.અહીંયા ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને ત્યારબાદ અહીં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોમાં હડકંપ મચી ગયો હતો. મૃત્યુ પામનાર ખેડૂતોએ પોતાની સુસાઇડ નોટમાં અંતિમ ઈચ્છા વ્યક્ત કરી છે. ખેડૂત આંદોલન વચ્ચે આજરોજ શનિવારે દિલ્હીના યુપી ગેટ પર એક ખેડૂતે સરદાર કાશ્મીર સિંહ લાડી એ ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી હતી.
અને તેમણે સૌચાલય માં પોતાનો ફાંસો લગાવી આત્મહત્યા કરી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી છે.મૃત્યુ પામનાર ખેડૂત પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેમની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી અને લખ્યું કે, મારા અંતિમ સંસ્કાર મારા પોત્ર અને બાળકના હાથે અહીં જ દિલ્હી યુપી બોર્ડર પર જ કરવામાં આવે.
મુત્ર્યુ પામનાર વ્યક્તિ નો પરિવાર દિલ્હી સરહદે જ કૃષિ આંદોલનમાં સતત ખેડૂતોની સેવા કરી રહ્યો છે. આમાં તેમને પોતાના મૃત્યુ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવ્યા હતા. તેમને લખ્યું છે.
કે ક્યાં સુધી અમે આ ઠંડી માં બેસી રહીએ અને આ માટે સરકારની નિષ્ફળતા જવાબદાર ગણી છે. સરકાર મારી વાત માની રહી નથી તે માટે હું જીવ આપી વિદાય લઈ રહ્યો છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment