કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધ’નું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત ના એલાન ને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા મથક સજ્જડ બંધ જોવા મળ્યું છે. ભરૂચમાં પણ ખેડૂતો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું છે.કતોપર બજાર,ગાંધી બજાર સહિતના વિસ્તારો પણ બંધ જોવા મળ્યા છે.
પાટણ ના હારીજ માર્કેટ યાર્ડ સવારથી ખાલીખમ જોવા મળ્યું છે. ખેડૂતોથી ધમધમતી હારીજ માર્કેટ યાર્ડ આજે ખાલીખમ જોવા મળી રહી છે. આજરોજ પાટણની હારીજ માર્કેટ યાર્ડ પ્લોટો ખાલી જોવા મળ્યા છે.સુરતના માંડવીના દુકાનદારોએ બજાને સ્વયંભૂ બંધ રાખ્યું હતું અને માંડવી નગરના બજારો સૂમસામ જોવા મળ્યા હતા.
પોલીસદ્વારા માંડવી નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આજરોજ આણંદ એપીએમસી દ્વારા સ્વયંભૂ બંધના એલાનના અહેવાલ બાદ સત્તાધીશો દોડતા થઇ ગયા હતા.
બંધના પગલે અરવલ્લી નું માલપુર માર્કેટયાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું હતું અને જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment