ગ્રામીણ માધ્યમ મંચ ‘ ગાવ કનેક્શન ‘ દ્વારા ચાલુ મહિનાની શરૂઆતમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. નવા કૃષિ કાયદાથી મોટાભાગના ખેડૂતો ખુશ નથી અને તેમને પૂછવામાં આવ્યું હતું કે કાયદાથી તમે ખુશ છો તો જવાબમાં નકાર આપ્યો હતો.52 ટકા ખેડૂતોએ વિરોધ કર્યો હતો જ્યારે માત્ર 35 ટકા ખેડૂતોએ તેની તરફેણ કરી હતી.મહત્વની વાત તો એ છે કે અડધા કરતાં પણ વધારે ખેડૂતોને આ કાયદા અંગે ખબર જ નથી.
સર્વેમાં જવાબ પણવર્ગ અને ભૌગોલિક રચના પર આધારિત હતા. ગાવ કનેક્શને 16 રાજ્યોના 54 જિલ્લામાં 5022 ખેડૂતોને આ સર્વેમાં આવરી લીધા હતા. ઉત્તર ભારત માં પંજાબ અને હરિયાણા ઉપરાંત હિમાચલ પ્રદેશમાં જવાબ નકારાત્મક હતો.53 ટકા ખેડૂતોએ કહ્યું કે આનાથી અમને કંઈ લાભ નહીં થાય.
પ્રાચીનભારત બે ભાગમાં વહેંચાયેલું હતું અને દક્ષિણ અને પૂર્વ ભારતમાં પણ આવી હાલત જ હતી. ઉત્તરપ્રદેશ અને બિહારના ખેડૂતોએ સકારાત્મક જવાબ આપ્યા હતા.
પંજાબઅને હરિયાણાના ખેડૂતોને ખબર હતી કે દેશમાં અનેક જગ્યાએ દેખાવો થયા હતા જ્યારે અન્ય ભાગના ખેડૂતો આ વાતથી અજાણ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment