સૌરાષ્ટ્રની ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીના આ ભાવ મળતા ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

367

સૌરાષ્ટ્રની ગોંડલ માર્કેટ યાર્ડ રવિવારના રોજ મગફળી ની જોરદાર આવક થઇ હતી.માર્કેટ યાર્ડ ની બજાર બે કિમી સુધી વાહનોની લાઇન લાગી હતી.આ વર્ષે ચોમાસાની સીઝન ઘણી સારી રહે છે અને મગફળીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.માર્કેટ યાર્ડના પ્રમુખ ગોપાલભાઈ શિંગાળા જણાવ્યું કે, ગોંડલ માર્કેટ યાર્ડ અને રવિવારે મગફળીની આવક 1લાખ 25 હજાર ગુણી થઈ હતી. ગોંડલ માર્કેટ યાર્ડ માં ખેડૂતોને મગફળીના ટેકાના ભાવ કરતાં વધુ સારા ભાવ મળ્યા હતા.

માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 900 થી 1300 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયા હતા.માર્કેટ યાર્ડમાં મગફળીની આવક 2 લાખ ગણાથી પણ વધુ થઈ ગઈ છે.માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થાય ત્યારે મગફળીના ભરેલા વાહનોની લાઈનો બે કિમી સુધી જોવા મળી હતી.

માર્કેટ યાર્ડમાં મગફળીની ભરાઈ હતી અને યાર્ડના સત્તાધીશોને બજારની બહાર જમીનમાં મગફળી નો જથ્થો નાખવાની ફરજ પડી હતી. બીજી બાજુ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો જીની.

મગફળીના ભાવ 740 થી 1300 સુધી પહોંચી હતી અને જાડી મગફળીના ભાવ 720 થી 1066 સુધી પહોંચી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!