સૌરાષ્ટ્રમાં જામનગર સહિત ગુજરાતભરના યાદોમાંથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યની અમુક માર્કેટયાર્ડમાં ખેડૂતો મગફળી ના ટેકાના ભાવે વેચવા મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં ઉભરાયા છે ત્યારે સૌરાષ્ટ્રની જામનગર માર્કેટ યાર્ડમાંથી મગફળીના વેચાણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ટેકાના ભાવે મગફળી ના વેચાણ ને લઈને જામનગર માર્કેટ માં એક પણ ખેડૂત ના આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા 45 જેટલા ખેડૂતોને મેસેજ અને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.એ પણ ખેડૂત મગફળી ટેકાના ભાવે વેચાણ કરવા માટે આવેલ ના હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. આ અંગે યાર્ડના ચેરમેન રાઘવજી પટેલ ખુદે વિશ્વાસ સાથે કહ્યું કે કોઈ ખેડૂત મગફળી વેચાણ કરવા માટે એટલે જ નહીં આવે ટેકાના ભાવ કરતા.
ખુલ્લી બજારમાં ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે. ખુલ્લી બજારમાં ખેડૂતોને મગફળીના ભાવ એક મણ દીઠ 850 થી 1436 મળ્તા હોવાનું જાણવા મળ્યું છે.ખુલ્લી બજારમાં વધારે ભાવ મળવાથી.
ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ના વેચાણ માં રસ નથી તેવું માર્કેટીંગ યાર્ડના ચેરમેન રાઘવજી પટેલે જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment