વિધાનસભાની પેટાચૂંટણીમાં લીમડી ની બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસ હજુ સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. ભાજપે લીમડી થી રાણાને ટિકિટ આપી છે અને લીંબડીના ઉમેદવારની જાહેરાત સાથે ભાજપે 8 ઉમેદવારોનું નામ લીસ્ટ સ્પષ્ટ કર્યું છે.વિધાનસભાની ત્રણ બેઠકોને લઇને કોંગ્રેસની મૂંઝવણ વધી છે જોકે હવે કોંગ્રેસે લીમડી બેઠક પર પ્લાન B અપનાવી શકે છે.લીંબડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસ માટે જ્ઞાતિવાદી સમીકરણ સાધવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કોણ છે. અને તેના વિશે અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે.
કેવા માં ભાજપ કિરીટ સિંહ રાણાને ટિકિટ આપતા કોંગ્રેસ પ્લાન B અપનાવી શકે છે.કોંગ્રેસ હવે ક્ષત્રિય ને બદલે કોળી ઉમેદવારને ટિકિટ આપી શકે છે અને લીમડી બેઠકને લઈ ને છેલ્લી ઘડી આ સમીકરણો બદલાયા છે. ક્ષત્રિય ને બદલે કોળી ઉમેદવારને ટિકીટ મળી શકે છે. આ બેઠક પર કોળી નેતાઓનું પ્રભુત્વ હોવાથી કોંગ્રેસ કોળી નેતા કલ્પના મકવાણા અથવા જેરામ મેણીયા ની જાહેરાત કરી શકે છે. કરજણમાં ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપતા કોળી સમાજના નેતાઓ દબાણ કરી રહ્યા છ.
વિધાનસભાની બેઠક માટે ઉમેદવારોના નામ પર એ જ પસાર થતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની વચ્ચે મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી.સામાજિક સમીકરણને લઈને કોંગ્રેસ નિર્ણય લઈ શકતી નથી.
તેથી લીંબડી ની જવાબદારી લેવા કોઈ ધારાસભ્ય તૈયાર નથી. અમિત ચાવડા લીમડી આસપાસના ધારાસભ્યો સાથે હાલમાં ચર્ચા કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment