કોરોના મહામારી વચ્ચે રાજ્યના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા કેન્દ્રની મોદી સરકાર લાવી કંઈક આવું, જાણો વિગતવાર

214

કોરોના મહામારી વચ્ચે ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા અને અર્થતંત્રને પાટા ઉપર ચડાવવા કેન્દ્રની મોદી સરકાર નવી નીતિ અને નવા પ્રયાસો કરી રહી છે ત્યારે ખેડૂતો માટે 50 ટકા સબસીડી સાથે કિસાન રેલ ચલાવાઈ રહી છે.કોરોના મહામારી ના કારણે વિખરાયેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે ભારતીય રેલવેએ ભરપૂર પ્રયાસ કરી રહી છે અને અન્ય પ્રોડક્ટ્સ ની સાથે સાથે કૃષિ પ્રોડક્ટની હેરાફેરી માટે પણ જેવીકે શાકભાજી,ફળ, દૂધ સહિતની વસ્તુઓ માટે રેલ મારફતે દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટે રાહત આપી છે.

કેન્દ્રની મોદી સરકારે કિસાન રેલવેના માધ્યમથી ફળ શાકભાજીના પરિવહન પર 50 ટકા સબસિડી આપવાનો આદેશ કર્યો છે. આ સબસિડી ઓપરેશન ગ્રીન ટોપ ટુ ટોટલ યોજના હેઠળ આપવામાં આવશે. કેન્દ્રના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મન ચાલે એ પાયલટ પ્રોજેક્ટ આધારે છ મહિના માટે ઓપરેશન ગ્રીન યોજનાને વિસ્તારીને ટમેટા ડુંગળી અને બટાકા થી લઈને તમામ ફળો અને શાકભાજી આવરી લેવાની ઘોષણા કરી છે.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ મે મહિનામાં જાહેરાત કરી હતી કે,500 કરોડ રૂપિયાના વધારાના ભંડોળ સાથે ઓપરેશન વિસ્તારમાં કરવામાં આવશે અને અન્ય શાકભાજી અને ફળો ને પણ તેમાં સામેલ કરવામાં આવશે. રેલ મંત્રાલય મંગળવારે જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે.

આ ઉપયોગ માટે ભારતીય રેલવેએ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય ને ઉપયોગ પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવાશે.રેલ્વે વિનંતી કરવામાં આવી છે કે તે કી શાન રેલ દ્વારા પરિવહન થનાર શાકભાજી પર 50% સુધી સબસિડીની રાહત આપે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!