ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી ત્રણ નવેમ્બરને રોજ યોજાવા જઇ રહી છે. ડાંગ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ડાંગ જિલ્લામાં થનાર પેટા ચૂંટણીમાં બે ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. આહવા તાલુકાના વાંગણ અને કુતરનારચા ગામ ના રહેવાસીઓએ ચૂંટણી બહિષ્કાર કરવાનું આહવાન કર્યું છે.ગ્રામજનો દ્વારા અનેકવાર કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલા કોઝવે ઊંચો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં આજ દિવસ સુધી એ બાબતે કામગીરી ન થતાં ગ્રામજનો નારાજ છે.
ચોમાસા દરમિયાન નદીમાં પાણી વધી જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોની માંગ ને ન સંતોષતા ગામલોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું આહવાન કર્યું છે.ભાજપે તમામ 8 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં લીમડી,ડાંગ અને ગઢડા બેઠક પર પક્ષ પલટુ નેતાઓને ટિકિટ આપી નથી. ડાંગ બેઠકની વાત કરવામાં આવે તો પણ ભાજપે વિષય પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
વિજય પટેલ ગઈકાલે વિજય મુરત 12:39 મિનિટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પહેલા ભાજપના ઉમેદવાર વિજય પટેલ પ્રજા સામે દંડવત થયા છે.
તેમને ભૂતકાળમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરવા જણાવ્યા સાથે વડીલોના આશીર્વાદ લીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment