આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરત,વલસાડ ઉપરાંત નવસારીમાં મેઘરાજા મેઘતાંડવ કરી શકે છે. બીજી તરફ સુરત શહેરમાં તાપમાનમાં જોવા મળી રહેલા વધઘટ વચ્ચે લઘુતમ તાપમાન 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. રાત્રિનું તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ થી ઘટીને 23.8 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું.હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ થી શુક્રવાર સુધી સુરત, નવસારી,વલસાડ,ડાંગ ના છુટા છવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગનીઆગાહી મુજબ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ખેડૂતો એ ડાંગરની કાપણી શરૂ કરી દીધી છે. હવે વરસાદ પડશે તો ખેતરમાં કાપીને પડેલા ડાંગરના પાકને મોટાપાયે નુકસાન થશે. બીજી તરફ સુરત શહેરના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે શહેરનું લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા નોંધાયું હતું.
ગાંધીનગરમાં વેધર કમિટીની બેઠક યોજવામાં આવી હતી જેમાં રાહત કમિશનર અંગે માહિતી આપી હતી. આગામી 15 થી 17 ઓક્ટોબર દરમિયાન મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય થી હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
16 અને 17 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment