ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં આંતરીક વિગ્રહ બહાર આવી રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોના બે જૂથ પડી ગયા છે. દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે મોટા પાયે બબાલ થઈ ગઈ હતી. હાલમાં મળતી માહિતી મુજબ એટલું મોટું સ્વરૂપ લીધું કે છેલ્લે પોલીસ સ્ટેશન સુધી આ વાત પહોંચી.
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને સેવાદળ પ્રમુખ વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર સૂત્રો દ્વારા સામે આવી રહ્યા છે. પરંતુ બબાલ નું કારણ જાણીને આપ ચોંકી પણ જશો અને આપને હાસ્ય પણ આવશે. કોંગ્રેસની ઓફિસ ની ખુરશી ખોવાતા તેને લઈને બંને નેતાઓ વચ્ચે માથાકુટ થઇ હતી.
કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ બાબુ રાયકા દ્વારા સેવાદળના પ્રમુખ ધર્મેશ ને ફોન પર ધમકી અને અભદ્ર ગાળો ભાંડી હતી.
આ અંગે ધર્મેશ મિસ્ત્રી અઠવા પોલીસ સ્ટેશનમાં ipc 114 323 504 અને 506 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment