કોરોનાવાયરસ ની કહેર વચ્ચે તહેવારોને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશની સરકારે નવી માર્ગદર્શીકા જાહેર કરી છે.આ માર્ગદર્શિકા અનુસાર પ્રદેશમાં કોરોના ના કેસ વધવાના કારણે કન્ટેન્મેન્ટ ઝોન માં કોઈપણ પ્રકારના આયોજનને મંજુરી આપવામાં આવી નથી. આ વિસ્તારના આયોજક કર્મચારીઓ કે યાત્રીઓને પણ આયોજનમાં આવવાની મનાઈ છે.માર્ગદર્શિકા ના આધારે આયોજકો દ્વારા સ્ટાફ માટે જરૂર પ્રમાણે સુરક્ષાના સાધનો.જેવા માસ્ક, સેનેટાઈઝર, સાબુ વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે.
આ ઉપરાંત થર્મલ સ્કેનીંગ,સોશ્યલ ડિસ્ટન્સ અને ફેસ માસ્ક માટે પણ વોલ્યુમ રાખવા પડશે અને આયોજકોએ કોન્ટેક લેન્સ એટલે કે ડિજિટલ પેમેન્ટ ની વ્યવસ્થા કરવાની રહેશે. આ માટે શું કરવું અને શું ન કરવું તેના નિર્દેશ પણ અલગ અલગ જગ્યાએ લગાવવાના રહેશે.સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં આયોજકોને કહેવાયું છે કે તેઓ મૂર્તિઓ રાખવા માટે વધારે ખુલ્લી જગ્યાની પસંદગી કરે .
આનીસાથે સોશિયલ ડિસ્ટન્સ નું ફરજિયાત પણે પાલન કરવું જરૂરી છે.ચાર રસ્તા અને સડકો પર મૂર્તિઓ ન રાખવી અને મૂર્તિઓ નો આકાર પણ નાનો રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. વિસર્જનની માટે રુટ મેપ પહેલા તૈયારી કરીને તેની પરમીશન પણ લેવાની રહેશે.
જો રૂટ લાંબો હશે તો એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવાની રહેશે અને અહીં પણ સોશ્યલ ડિસ્ટન્સ અને ફેસ માસ્ક ફરજિયાત પણે જરૂરી રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment