તહેવારો ને લઈને ગુજરાત સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે,જેમાં નવરાત્રી થી લઈને દિવાળી સુધી ના તમામ નાના મોટા તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને નેતાઓએ માર્ગદર્શિકા અંગે મોટા મોટા નિવેદન આપી રહ્યા છે.રાજકીય ગરબા ઉપર પણ પ્રતિબંધ શંકરસિંહ વાઘેલા દ્વારા માંગણી કરવામાં આવી છે.પેટાચૂંટણીમાં સભા અને રેલી ઉપર પણ પ્રતિબંધની માગણી કરી છે ત્યાર બાદ આજે ફરી એક વખત દારૂબંધી હટાવવાની શંકરસિંહ વાઘેલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
વડોદરામાં દારૂબંધી હટાવો કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત રાજ્યમાં દારૂબંધી હટાવવા મુદ્દે નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સરકાર વિધાનસભામાં કાયદામાં સુધારો કરી દારૂબંધી હટાવી જોઈએ. દારૂબંધીના કારણે હાલમાં રાજ્યમાં હપ્તા રાજ ચાલી રહ્યું છે.તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી હટાવો મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું અને જેમાં તેમણે કહ્યું.
ભાજપ અને કોંગ્રેસ બંને દારૂબંધી હટાવવામાં રસ નથી, કેમકે બંને નો લાભ થઈ રહ્યો છે.બીજી તરફ ભાજપ કહેતું આવ્યું છે કે ગુજરાતની પ્રગતિ શાંતિ અને સુરક્ષામાં દારૂબંધીનું પરિબળ મહત્ત્વનું રહ્યું છે.રાજ્યના કેટલાક નાગરિકો સોસીયલ મીડિયા મારફતે દારૂ બંધ કરાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે અને તેમનું માનવું છે.
પ્રોહીબીશન ને કારણે ભ્રષ્ટાચારને વેગ મળે છે અને ગુજરાતીઓ સાથે અન્ય રાજ્યોની લોકોની સરખામણીએ ભેદભાવ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment