વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે ગુજરાત આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 31 ઓક્ટોબર ગુજરાતના પ્રવાસને લઇને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે કઈ કાલે બેઠક બોલાવી હતી. સીઆરપીએફ, એસઆરપી અને બીએસએફના જવાનો દ્વારા ૩૧મી ઓકટોમ્બર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજવામાં આવશે ત્યારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા બેઠકમાં એકતા પર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને ચર્ચા કરી હતી. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રાતે ગુજરાત આવવાના છે.

તેઓ ૩૦મી ઓકટોબરે રાતે રાજભવનમાં રાત્રી રોકાણ કરીને 31 ઓક્ટોબરે સવાર અમદાવાદ રીવર ફંડ થી સી પ્લેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળશે. 31 મી તારીખે વહેલી સવારે પોતાની માતા હીરા બા ના આશીર્વાદ લેવા જઈ શકે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતની મુલાકાત દરમિયાન અન્ય બે થી ત્રણ પ્રોજેક્ટ વિડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ પણ થાય તેવી સંભાવનાઓ છે.

31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી દર વર્ષે થાય છે અને આ વખતે કોરોના સંક્રમણને કારણે આ ઉજવણી મર્યાદિત લોકોની વચ્ચે થઈ શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમો ની તૈયારીઓ હાલમાં રહે છે.

આજે ગૃહ વિભાગ દ્વારા સીઆરપીએફ અને.ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વડાપ્રધાનના પ્રવાસ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*