ઉત્તર પ્રદેશમાં થયેલ હાથરસ ની ઘટના બાદ દેશના અનેક જિલ્લાઓમાં વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ દ્વારા અલગ-અલગ પ્રકારે ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટનાને લઇને વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.અમદાવાદ કોંગ્રેસ દ્વારા હાથ રસની ઘટનાના વિરોધમાં પ્રતિકાર રેલી યોજવાની જાહેરાત કરી છે.કોંગ્રેસની રેલી અમદાવાદના કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી યોજાવાની હતી.
પરંતુકોંગ્રેસ દ્વારા કરવામાં આવતી આ રેલીમાં લોકો ના ટોળા એકત્રિત થશે તેવા ડર ને લઈને પોલીસ દ્વારા કોંગ્રેસની રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી. પોલીસે જણાવ્યું હતું કે,મંજૂરી ન હોવા છતાં પણ જો રેલી કરવામાં આવશે તો પોલીસ દ્વારા કાર્યકર્તાઓને અટકાયતી પગલાં પણ લેવામાં આવશે.
ગેલેરી યોજાય તે પહેલાં જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પોલીસ દ્વારા અટકાયત તેમના નિવાસસ્થાનેથી કરવામાં આવી હતી અને એવી માહિતી મળી રહી છે.
પોલીસ દ્વારા હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા શહેરનું વોરંટ બતાવીને તેની અટકાયત કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment