સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક ગુણની આવક, ખેડૂતોને સારા ભાવ મળતાં ખેડૂતો થયા ખુશમ- ખુશ

Published on: 5:20 pm, Tue, 6 October 20

આ વર્ષે ચોમાસુ દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું હતું. વધારે વરસાદ પડવાથી મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં ધારણા કરતાં પણ વધારે થયું હતું બીજી બાજુ મખલખ પાક ઉતરતા આનંદ ભર્યો અનુભવી રહેલા ખેડૂતો પોતાનો પાક ને વેચવા માટે રાજકોટ માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ વખતે બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક 40 હજાર ગુણની આવક થઇ હોવાનું જાણવા મળ્યું છે.

મગફળીનું જોરદાર આવક થવાને કારણે ગઈ કાલે એક દિવસ માટે માર્કેટયાર્ડ દ્વારા માલ ખરીદવાનું બંધ કરવામાં આવ્યું હતું અને જે આજરોજ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. આજરોજ માર્કેટયાર્ડમાં માલ ખરીદતા વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી.મગફળીની પુર બહારમાં આવક થવાને કારણે અત્યારે હાલમાં તેને ઢગલેઢગલા જોવા મળી રહ્યા છે.

એક દિવસ આવક બંધ કરવાના નિર્ણય બાદ આજે સવારથી ફરી ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતો વહેલી સવારથી જ માર્કેટયાર્ડ બહાર ગોઠવાઈ ગયા હતા અને અમુક ખેડૂતો મોડી રાતે યાર્ડમાં ધ્આવી પહોંચી રાતવાસો પણ અહીં જ કર્યો હતો અને જેવું સવારે યાર્ડ ખુલ્યું કે પોતાનો માલ વેચવા માટે કતારમાં ગોઠવાઈ ગયા હતા.

મગફળીની આવક ચાલુ હોવાને કારણે સાંજ સુધીમાં મગફળીની ખરીદી માં જોરદાર વધારો થવાની સંભાવના યાદ ના સુત્રો દ્વારા મળી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતા સારા એવા મિજાજમાં ખેડૂતો જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક ગુણની આવક, ખેડૂતોને સારા ભાવ મળતાં ખેડૂતો થયા ખુશમ- ખુશ"

Leave a comment

Your email address will not be published.


*