કોરોનાવાયરસ બાદ રાજ્યમાં ફાટી નીકળ્યો આ જીવલેણ રોગ, જો આ તેજીથી કેસો વધશે તો…

કોરોનાવાયરસ ની સાથે સાથે આ વર્ષે મહાનગરપાલિકાના વિસ્તારોમાં ચિકનગુનિયાએ માથું ઉચક્યું છે. એક મહિનામાં શહેરમાંથી ચિકનગુનિયાના 100 જેટલા કેસો મળી આવ્યા છે. જેની સાથે સાથે 70 જેટલા કેસો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં બે પોઝિટિવ કેસો નોંધાયા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 5,6,7 અને 8 માં ચિકનગુનિયા નું પ્રમાણ વધુ હોવાથી વિગતો સામે આવી છે. ચિકનગુનિયા ને લઈને સ્થિતિ વણસી છે. મલેરિયા, ડેન્ગ્યુ થી વધુ ચિકનગુનિયાના કેસો સામે નોંધાઈ રહ્યા છે.

લોકોએ કોરોના ની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળાના સામે પણ જંગ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.કોરોનાવાયરસ ની સાથે સાથે હવે લોકોને આ ચિકનગુનિયા થી બચવા માટે સલાહ આપવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ શહેરમાં ચિકનગુનિયાના જે કેસો સામે આવ્યા છે તેમાં ખાનગી લેબોરેટરીમાં દર્દીઓએ બ્લડ રિપોર્ટ કરાવતા તેમાં 28 અને ગાંધીનગર સિવિલમાં બે પોઝિટિવ કેસો મળ્યા હતા.

વધારે વરસાદ પડવાના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરે તેવી દહેશત આરોગ્ય તંત્રને પણ છે.સમગ્ર મહિનાના સર્વેક્ષણ દરમિયાન 12 હજાર ઉપરાંત પાત્રોમાંથી એડિસ મચ્છરો ના બ્રિંડિંગ મળી આવ્યા હતા. જેને સ્થળ પર નિકાલ કરવા સાથે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે સેકટર 5,6,7 અને 8 માં અંદાજે 700 થી પણ વધુ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે.

કોરોના ને લઈને સેનીતાઇઝેશનની કામગીરી માટે તંત્ર દોડતું રહેતું હતું. પરંતુ હવે ફોગિંગ કરવામાં તંત્ર કામે લાગ્યું છે. ચિકનગુનિયાના વધતા કેસોથી લોકો પણ કફડી ઉઠયા છે. શહેરના આ ચાર સેક્ટરોમાં અનેક લોકો ચિકનગુનિયાના રોગચાળામાં સપડાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*