કોરોનાવાયરસ ના વધતા સંક્રમણના કારણે રાજ્યની સમગ્ર કોલેજો બંધ છે અભ્યાસ પૂર્ણ થાય તેમ નથી. આ ઉપરાંત મેડિકલના વિદ્યાર્થીઓને કોરોના ડયુટી પણ સોંપવામાં આવી છે.આ વર્ષે મેડિકલ ના બીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ પરીક્ષાઓ નહીં લેવાનો અને કોરોના ડયુટી ના આધારે જ ઇન્ટર્નલ માર્ક ગણી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોનાવાયરસ ના પગલે મેડિકલ કોલેજની ઇન્ટર્નલ પરીક્ષાઓ કઈ રીતે લેવી અને કઈ રીતે માર્ક્સ આપવા તે સહિતના મુદ્દે આજે ગુજરાત યુનિવર્સિટીના તમામ મેડીકલ કોલેજોના ડીન ની એક બેઠક મળી હતી.
જેમાં દરેક ના મત અનુસાર નિર્ણય કરવામાં આવ્યો હતો કે કોરોના માં ડયુટી કરતા વિદ્યાર્થીઓને રિવોર્ડ રૂપે ઇન્ટર્નલ માર્ક્સ આપવા. આ વર્ષે કોલેજો બંધ હોવાથી પરીક્ષાઓ પણ ફિઝિકલી લઈ શકાય તેમ નથી. કોલેજોની પ્રિલિમ પરીક્ષા ડિસેમ્બરમાં લેવાતી હોય છે પરંતુ કોરોના ડયુટી ને લીધે વિદ્યાર્થીઓ તૈયારી પણ કરી શકે તેમ નથી. જેથી આ વર્ષે લેખ ઇન્ટર્નલ પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોઈ કોલેજ ની ઈચ્છા હોય તો તે ઓનલાઈન ઇન્ટરનલ પરીક્ષા લઈ શકે છે.ઇન્ટરનલ પરીક્ષાના માર્ચે કોલેજ દ્વારા ફાઈનલ પરીક્ષા માટે યુનિવર્સિટીમાં મોકલવામાં આવે છે તેમાં કોરોના ડ્યૂટીની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીની સાત મેડિકલ કોલેજ દ્વારા હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય લેવાથી વિદ્યાર્થીઓમાં આનંદ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment