ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવી ગયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા એક પછી એક વિવાદિત નેતાઓને ફેરતપાસ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અંશો સુધી રહ્યો હોવાનું રાજકારણમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભાજપના વિવાદ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.એક પછી એક કૌભાંડ વિવાદ સામે આવી રહ્યા છે.
ત્યારે હવે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આ અંગે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું છે. સૌરાષ્ટ્રમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જામનગરમાં ભાજપના દિગ્ગજ નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો છે ત્યારે સમગ્ર વિવાદ નો પ્રદેશ કક્ષાએ સજ્ઞાન લેવામાં આવ્યું છે.
મળતીમાહિતી મુજબ સીઆર પાટીલે મંત્રી હકુભા પર આક્ષેપો અંગેના રિપોર્ટ મંગાવ્યો છે.મંત્રી હકુભા જાડેજા એ કરેલા ખુલાસા અને હવે તેમની સામે તપાસ કમિટી નીમવાનો ભાજપમાં સૂર ઉઠયો છે.
કોરોના કહેર વચ્ચે સી.આર.પાટીલ દ્વારા કરાયુ આ એક મહત્વનું કામ તેમા ખુલશે આંતરિક વિવાદ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment