કોરોનાવાયરસ ના કહેર વચ્ચે વિશ્વ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.હજુ તો વિશ્વ કોરોનાવાયરસ ના જોખમ માંથી બહાર આવ્યું નથી ત્યાં કોરોનાવાયરસ બાદ ચીનમાંથી વધુ એક વાયરસનું સંક્રમણ ભારતમાં અટેક કરવા જઈ રહ્યું છે. આ વાઇરસ આમ તો અગાઉ ચીનમાં ફેલાઈ ગયો છે. જે હવે ભારતમાં પણ દસ્તક દેવા તૈયાર થઈ ગયો છે. ચીન માં આ વાયરસ ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સાઉથ ચીન મોર્નિંગ પોસ્ટના એક આંકડા મુજબ ગાંસુ વિસ્તાર ની રાજધાની માં અત્યાર સુધી ત્રણ હજારથી વધારે લોકો બેક્ટેરિયાની ચપેટમાં આવી ચૂક્યા છે. બ્રૂસિલોસિસ માણસો અને જાનવરોમાં ખરાબ રીતે પ્રભાવિત કરે છે.
આ બેક્ટેરિયા સામાન્ય રીતે કાચા અથવા બિન રક્ષિત ડેરી ઉત્પાદનો ખાવાથી ફેલાય છે. આ સિવાય ચેપગ્રસ્ત પ્રાણીઓના પ્રવાહી અથવા દૂષિત પવન દ્વારા પણ ફેલાય છે.તાજેતરમાં મળતી માહિતી મુજબ આ બેક્ટેરિયા ભારતમાં પ્રવેશી ગયો છે અને ધીરે-ધીરે તે મનુષ્યને પ્રાણીઓને પણ અસર કરી રહ્યો છે.
બ્રૂસિલોસિસ ના મુખ્ય લક્ષણોમાં તાવ, સાંધાનો દુખાવો, થાક, ભૂખ ઓછી લાગવી, માથાનો દુખાવો, પરસેવો વગેરે સામેલ છે. આ ચેપગ્રસ્ત દર્દીઓમાં થોડા દિવસથી થોડા મહિના સુધી આ લક્ષણો દેખાય છે. જાતીય સંપર્ક ને લીધે રોગ ફેલાવાની શક્યતા ઘણી વધારે છે.
આ ઉપરાંત આ બેક્ટેરિયા સ્તનપાન કરાવતી મહિલાઓ થી બાળક સુધી પણ ફેલાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ” સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment