ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, તમારે જાણવું જરૂરી

Published on: 9:26 am, Sun, 27 September 20

ભારતમાં મોટા ભાગના લોકો કાલકા બાઈક ચલાવતા સમય નકલી દસ્તાવેજ દેખાડીને ટ્રાફિક પોલીસથી બચવા ના પ્રયાસ કરતા હોય છે. મોટાભાગના રાજ્યોમાં ટ્રાફિક પોલિસની પાસે દસ્તાવેજોની તાત્કાલિક ચકાસણી કરવાની સુવિધા હોતી જ નથી. હવેથી ટ્રાફિક અધિકારીઓ પાસે તમારા દરેક ડોક્યુમેન્ટ પહેલેથી જ હાજર રહેશે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ 1989 મા સુધારો કર્યો છે. સરકારે શનિવારના રોજ કહ્યું હતું કે ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇ મેમો સહિતના વાહન દસ્તાવેજો 1 ઓક્ટોબર, 2020 થી ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોર્ટલ દ્વારા તેની જાળવણી કરાશે.

નિષ્ણાતોના દ્વારા મળતી માહિતી મુજબ આપણી ડ્રાઇવિંગ લાઇસન્સ ને લગતી તમામ માહિતી ટ્રાફિક અધિકારીઓ પાસે ઉપલબ્ધ હશે. સરકારે કહ્યું હતું કે લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ ને ગેરલાયક ઠરાવવામાં આવશે અથવા રદ કરવામાં આવ્યા હોવાની વિગતો પોર્ટલ પર રેકોર્ડ કરવામાં આવશે અને તે સમય સમય પર અપડેટ કરવામાં આવશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નિવેદનમાં જણાવ્યું હતું કે મોટર વાહન નિયમ 1989 કરાયેલા વિભિન્ન સંશોધનો અંગે નોટીફિકેશન રજૂ કર્યું છે જેમાં મોટર વાહન નિયમો ની વધુ સારી દેખરેખ.

અને અમલવારી માટે 1 ઓક્ટોબર 2020 થી પોર્ટલ ના માધ્યમથી વાહન સંબંધિત દસ્તાવેજો સહિત ઈચલન જાળવણી કરી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, તમારે જાણવું જરૂરી"

Leave a comment

Your email address will not be published.


*