મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા એ માસ્ક પહેરવા બદલ કરેલી ટિપ્પણીઓ બદલ ભાજપ હાઈકમાન્ડને માફી માગવાની ફરજ પડી છે. માસ્ક પહેર્યા વિના નીકળેલા ગૃહમંત્રી ને પત્રકારોનું સવાલના જવાબમાં ડંફાસ મારી હતી કે, હું કોઈ પણ કાર્યક્રમમાં માસ્ક પહેરતો નથી. હું માસ્ક નથી પહેરતો તો શું થઈ ગયું? આ વિવાદ ઉપર નરેન્દ્ર મોદી ખૂબ જ ગુસ્સે થયા અને મંગાવી માફી.
આ નિવેદનના કલાક પછી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં માસ્ક ફરજિયાત પહેરવા પર ભાર મૂકીને તેનો કડક અમલ કરવા સલાહ આપી હતી. નરેન્દ્ર મોદીની સલાહ પછી કોંગ્રેસીઓએ ગૃહમંત્રી નો લવારા કરતો વિડિયો મૂકીને સવાલો કર્યા હતા કે, નરેન્દ્ર મોદીની સલાહ સામાન્ય લોકો માટે જ છે, ભાજપના નેતાઓ માટે નથી?
આ વાત હાઈ કમાન્ડ સુધી પહોંચતા નડ્ડા એ ગુરુવારે મિશ્રાને ફોન કરીને ખખડાવ્યા હતા ને માફી માગવા ફરમાન કર્યો હતો.મિશ્રાએ કલાકોમાં ટ્વીટ કરવી પડી હતી કે,માસ્ક નહિ પહેરવા અંગેનું મારું નિવેદન કાયદાનો ભંગ છે.
વડાપ્રધાનની લાગણીથી હું વિરોધ છું તેથી હું મારી ભૂલ સ્વીકારીને માફી માગું છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment