ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીર વિશે આટલી વાતો 90% લોકો નહીં જાણતા હોય…તો ચાલો જાણીએ માયાભાઈ વિશે ન સાંભળેલી વાતો…

મિત્રો ગુજરાતના કલાકારો હવે દેશ વિદેશમાં પણ ફેમસ બની ગયા છે. ગુજરાતી કલાકારો પોતાના મધુર અવાજ અને સુરથી દેશ-વિદેશમાં ફેમસ થઈ ગયા છે. ગુજરાતના દરેક ગાયક કલાકારો અને હાસ્ય કલાકારોના ચાહકો મોટી સંખ્યામાં છે. દરેક ગાયક કલાકારો પોતાના કાર્યક્રમમાં સારી એવી રમઝટ બોલાવતા હોય છે.

જેથી ગુજરાતના મોટેભાગના કાર્યક્રમોમાં હાજર લોકો કલાકારો ઉપર મન મૂકીને નોટોનો વરસાદ કરતા હોય છે. તમે બધાએ ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરનું નામ તો સાંભળ્યું જ હશે.માયાભાઈ આહીર હાસ્ય કલાકાર તરીકે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જાણીતા બન્યા છે.

માયાભાઈ આહીરના કાર્યક્રમ ગમે ત્યાં હોય ત્યાં તેમના ચાહકો મોટી સંખ્યામાં આવી પહોંચે છે. ત્યારે આજે આપણે માયાભાઈ આહીર ના જીવનની ઘણી એવી વાતો કરવાના છીએ જે તમે પણ નહીં જાણતા હોય. મિત્રો હાસ્ય કલાકાર માયાભાઈ આહીર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંડવી ગામના વતની છે.

માયાભાઈ આહીર ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હતા. તેમના પરિવારમાં માયાભાઈ આહીરની પત્ની, બે દીકરાઓ અને એક દીકરી રહેતી હતી. નાનપણથી જ માયાભાઈ આહીરને ભજન અને લોકસંગીત ગાવાનો ખૂબ જ શોખ હતો. તેથી માયાભાઈ તેમના જીવનમાં લોક સંગીતમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.

માયાભાઈ આહીર પોતાના જીવનનો પહેલો કાર્યક્રમ 1996માં હનુમાન મંદિરમાં કર્યો હતો. પછી તો ધીમે ધીમે માયાભાઈ આહિરને પ્રોગ્રામ મળતા ગયા અને માયાભાઈ આહીર ધીમે ધીમે દેશ વિદેશમાં પ્રખ્યાત થવા લાગ્યા. હાસ્ય કલાકાર માયાભાઈ આહીરના આજે કરોડોની સંખ્યામાં ચાહકો છે. આજે એક કાર્યક્રમના માયાભાઈ આહીર લાખો રૂપિયા લે છે.

માયાભાઈ આહીર એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હતા. અહીંયા સુધી પહોંચવા માટે માયાભાઈ આહીર એ જીવનમાં ઘણી બધી મહેનત અને સંઘર્ષ કર્યો છે. માયાભાઈ આહીરની હાસ્યની વાતોથી તેઓ ખૂબ જ ફેમસ બન્યા હતા. માયાભાઈ આહીર જ્યારે પોતાના કાર્યક્રમમાં હાસ્યની વાતો કરે છે. ત્યારે ત્યાં હાજર તમામ લોકો પોતાની હસી રોકી નથી શકતા અને ખડખડાટ હસી પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*