આજથી 70 વર્ષ પહેલા એક ભૂલના કારણે સુરતમાં પહેલીવાર બન્યો હતો લોચો…! ખમણની દુકાનમાં કારીગર ખમણ બનાવતો હતો ત્યારે…

ખાણીપીણીનું નામ આવે એટલે ગુજરાતનું સુરત શહેર પહેલું જ હોય છે. સુરત શહેરમાં ઘણી બધી ખાણીપીણીની એવી વસ્તુઓ છે જે સમગ્ર દેશભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને સુરતની ઘારી, સુરતના ખમણ અને સુરતનો લોચો તો ખૂબ જ પ્રખ્યાત છે.

આજે દરેક લોકોનો જીભનો લોકપ્રિય બનેલો લોચો સુરતમાં પહેલીવાર કેવી રીતે બન્યો તેની વિશે આજે આપણે વાત કરવાના છીએ. વાત કરીએ તો આજથી 70 વર્ષ પહેલા ખમણના દુકાનદારો ખમણ લેવા આવતા ગ્રાહકોને ખૂબ જ સાચવતા હતા. ખમણ બનાવવાની ખૂબ જ ઉતાવળ હતી.

જેના કારણે કારીગરે ખમણ બનાવતી વખતે ખીરામાં પાણી વધુ નાખી દીધું. પછી તે કારીગર પોતાના શેઠને કહે છે કે, મારાથી કામમાં લોચો પડી ગયો છે. પછી તો શેઠે પોતાના ગ્રાહકને સાચવવા ગરમાગરમ કાચું પાકું ખીરું ગ્રાહકને આપી દીધું હતું. પછી તો ભૂલમાંથી બનેલી આ વસ્તુ ગ્રાહકને આટલી બધી ભાવિ કે ગ્રાહકે તેના ખૂબ જ વખાણ કર્યા હતા.

પછી આ વસ્તુ બજારમાં લોચો ના નામે પ્રખ્યાત થઈ ગઈ. ત્યારે આજે લોજો સુરતીઓના રોજિંદા જીવનનો નાસ્તો બની ગયો છે. એટલું જ નહીં પરંતુ બહારના કોઈ વ્યક્તિ જ્યારે સુરતમાં આવે ત્યારે તે એક વખત લોચો તો જરૂર થાય છે.

અને સુરતના પ્રખ્યાત લોચાનું નામ પડે એટલે સૌ કોઈ લોકોના મોઢે જાની લોચાનું નામ પહેલું આવે છે. સુરતમાં 2008માં જાની લોચાની શરૂઆત કરવામાં આવી હતી. આજે તે રોજનું 50 થી 60 કિલો ખીરાનો લોચો બનાવે છે. એટલું જ નહીં પરંતુ તેમની પાસે લોચાની અલગ અલગ પ્રકારની 25 થી 30 વેરાઈટી પણ છે. મિત્રો આ રીતે એક નાનકડી એવી ભૂલના કારણે બનેલો લોચો આજે સમગ્ર સુરતીઓનો પસંદગી નાસ્તો બની ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*