શુક્રવારના રોજ બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારના રોજ ઈન્દોરમાં બે માળના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને એક મોટો ખુલાસો થયો છે. એક યુવક દ્વારા મકાનમાં આગ લગાડવામાં આવી હતી. આ આગ સમગ્ર મકાનમાં ફેલાઈ ગઈ હતી.
આ ઘટનામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર યુવકે જે બિલ્ડીંગમાં આગ લગાડી તે બિલ્ડિંગમાં રહેતી એક યુવતી સાથે યુવક એકતરફી પ્રેમ કરતો હતો. યુવકની બિલ્ડિંગમાં રહેતી યુવતી સાથે ઘણા વિવાદો થયા હતા. મળતી માહિતી અનુસાર બિલ્ડિંગમાં આગ લગાડનાર આરોપીનું નામ શુભમ દીક્ષિત છે.
તે ઝાંસીનો રહેવાસી છે. મળતી માહિતી અનુસાર શુભમ એક વર્ષ અગાઉ ઈન્દોરમાં રહેવા આવ્યો હતો. છ મહિના અગાઉ તે આ બિલ્ડિંગમાં ભાડુઆત તરીકે રહેતો હતો. મળતી માહિતી અનુસાર આરોપી શુભમ બિલ્ડિંગમાં રહેતી એક યુવતીના પ્રેમમાં હતો. શુભમ એકતરફી યુવતીને પ્રેમ કરતો હતો.
યુવતીના લગ્ન અન્ય યુવક સાથે નક્કી થયા હતા. પરંતુ શુભમ બિલ્ડિંગમાં રહેતી યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. જેને લઇને શુભમ અને યુવતી વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, આરોપી સુદામાને યુવતી વચ્ચે 10000 રૂપિયા સહિત અન્ય મુદ્દા પર માથાકુટ થઇ હતી.
ત્યારબાદ શુભમ એ છ મહિના અગાઉ ઘર છોડી દીધું હતું. આ ઘટના એક તરફી પ્રેમ પ્રકરણનું પરિણામ છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ રાત્રે 2.45 વાગે સફેટ શર્ટ પહેરીને એક યુવક બિલ્ડિંગના પાર્કિંગમાં આવ્યો હતો. યુવકે પાર્કિંગમાં રહેલા એક વહેમ માંથી પેટ્રોલ કાઢ્યું હતું અને ત્યારબાદ ત્યાં આગ લગાવી દીધી હતી.
સત્તાવાર રીતે આ અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. આ સમગ્ર ઘટનાને લઇને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને પોલીસની ટીમે આરોપીની શોધખોળ કરવાની કામગીરી હાથ ધરી છે. ધીમે ધીમે આ આગ એટલી વધી ગઇ છે, ટૂંક જ સમયમાં આખી બિલ્ડિંગમાં આગ લાગી ઉઠી હતી. આ ઘટનામાં સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment