અમરેલી જિલ્લામાં ખેતી સહિતના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિએ વાડી વિસ્તારમાં ગળાફાંસો ખાઇ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 11:22 am, Sun, 8 May 22

ગુજરાત રાજ્યમાં આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે અમરેલી જિલ્લામાં એક જાણીતા યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા પંથકના જાણીતા આશાસ્પદ યુવાન કિરીટ મોભે પોતાની વાડી વિસ્તારમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાના પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આટલું જ નહીં પરંતુ આ ઘટનાની જાણ થતા ગુજરાત રાજ્યના જાણીતા લોક સાહિત્યકાર કલાકાર માયાભાઈ આહીર, ધારાસભ્ય અંબરીષ ડેર સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

કિરીટભાઈની અંતિમ યાત્રામાં જોડાયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. કિરીટભાઈ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, કિરીટભાઈ અને તેમની પત્ની વચ્ચે મનદુઃખ હોવાના કારણે કિરીટભાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા કિરીટભાઈ ખાંભા વિસ્તારમાં આંગડિયા પેઢીના, ખેતી સહિતના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિ હતા.

આ ઉપરાંત કિરીટભાઈ અનેક રાજકીય વ્યક્તિઓ સાથે સારા સંબંધ ધરાવતા હતા. કિરીટભાઈ આ પગલું ભર્યું તેથી સમગ્ર મથકમાં અફરાતફરી મચી ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કિરીટભાઈ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું ચોક્કસ કારણ જાણવા માટેની કામગીરી ચાલુ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમરેલી જિલ્લામાં ખેતી સહિતના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિએ વાડી વિસ્તારમાં ગળાફાંસો ખાઇ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*