રાજસ્થાનના બુંદી જિલ્લાનો બનેલી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. અહી પિતાનું મૃત્યુ થતાં પિતાની અર્થીને 7 દીકરીઓએ કંધો આપ્યો હતો. આ દ્રશ્ય જોઈને અંતિમ યાત્રામાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. દીકરીઓએ પિતાના મૃતદેહને કંધો તો આપી સાથે જ સ્મશાનમાં મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર રાજસ્થાનના બુંદી જિલ્લાના બાબાજીના મોટા નિવાસી 95 વર્ષના રામદેવ કલાલનું મંગળવારના રોજ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર બીમારીના કારણે તેમનું કરૂણ મૃત્યુ થયું હતું.
તે વ્યવસાયે ખેડૂત હતા. તે ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર હતો અને 7 પુત્રીઓ હતી. પિતાના અવસાન ની ખબર પડતા જ દીકરીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
7 દિકરીઓએ પિતાની નનામીને આપ્યો કંધો : ખેડૂત પિતાનું મૃત્યુ થતાં દીકરીઓએ પિતાની અર્થીને આપ્યો કંધો, આ દૃશ્ય જોઈને તમામ લોકો રડી પડ્યા… pic.twitter.com/RDXrPoR6l7
— GUJJU ROCKZ (@gujju_rockz) January 26, 2022
એટલું જ નહીં અવસાનના સમાચાર સાંભળતા જ પુત્રી સુવાલકા કાછોલા, કમલા દેવી, મોહિની દેવી, ગીતા દેવી, મૂર્તિ દેવી, પૂજા દેવી, શ્યામાં દેવી અને મમતા દેવી પિતાની અર્થીને કાંધ આપવા માટે પિતા પાસે પહોંચી આવી હતી.
તમામ રીતિરિવાજો સાથે રામદેવ ભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર ધર્મ દીકરીઓના ચહેરા જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા.
જ્યારે અંતિમ યાત્રા નગરના મુખ્ય માર્ગ માંથી નીકળે ત્યારે એ પિતાની અર્થી અને દીકરીઓ કાંધો આપતી આ દ્રશ્ય જોઈને તમામ લોકો ભાવુક થઇ ગયા હતા. તમામ લોકોની આંખમાં આંસુ હતા. મળતી માહિતી અનુસાર રામદેવ ભાઈની પત્ની 5 વર્ષ પહેલાં જ મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment