મૂર્તિ વિસર્જન દરમિયાન એક જ ગામના 6 યુવકો પાણીમાં ડૂબી ગયા, ગામના લોકોની નજર સામે મૃત્યુ…એક સાથે 6 યુવકોની અર્થે ઉઠશે…

Published on: 10:33 am, Thu, 6 October 22

હાલમાં બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ ઘટનામાં મૂર્તિ વિસર્જનને દરમિયાન ડૂબી જવાના કારણે 6 યુવકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં કાકા ભત્રીજા નો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર મૂર્તિ વિસર્જન દરમિયાન એક યુવકનો પગ લપસ્યો હતો. જેના કારણે તે પાણીમાં ડૂબા લાગ્યો હતો.

તેને બચાવવા માટે એક પછી એક કરીને 5 યુવકો પાણીમાં પડ્યા હતા, પરંતુ તે તમામ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ગામના લોકોએ ભારે જહેમત બાદ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

આ ઘટના અજમેરના નસિરાબાદ સ્થિત નાલંદા વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર મૂર્તિ વિસર્જન માટે ગામના 25 લોકો બુધવારના રોજ બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ નંદલાલ નજીકના પાણીથી ભરેલા ખાડામાં વિસર્જન કરવા માટે પહોંચ્યા હતા.

મૂર્તિ વિસર્જન કરતી વખતે ગામના એક યુવક્રો પગ અચાનક તપસ્વીઓ તો જેના કારણે તે પાણીમાં પડ્યો હતો. તેને બચાવવા માટે અન્ય પાંચ યુવકો એક પછી એક પાણીમાં કુદીયા હતા. પરંતુ તમામ લોકો ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે ગામના લોકોની મદદ થી પાણીમાંથી પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક યુવકનું મૃતદેહ હજુ પણ મળ્યું નથી. જે યુવકનું મૃતદેહ લાપતા છે તેનું નામ શંકર છે. શંકરનું મૃતદેહ 2 કલાકની મહેનત બાદ પાણીમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો માતમ છવાઈ ગયો હતો.

આ ઘટનામાં એક જ ગામના છ યુવકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનામાં 35 વર્ષીય પવન, 25 વર્ષીય રાહુલ, 25 વર્ષીય રાહુલ રેગર, 20 વર્ષીય લકી, 25 વર્ષીય ગજેન્દ્ર, 25 વર્ષે શંકરનું મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા રાહુલ અને પવન સંબંધીઓ છે. રાહુલ ભત્રીજો છે અને પવન કાકા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયેલો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો