મચ્છરદાનીમાં સુવાની બાબતમાં ઝઘડો થતા 5 લોકોએ મળીને 1 યુવકને ધાબા ઉપરથી નીચે ફેંકી દીધો… કઠણ કાળજા વાળા લોકો જો વિડીયો જોજો…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં નાની નાની વાતમાં થયેલો ઝઘડો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે અને લોકો એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે આજે આપણે તેવી જે ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં સાવ નાની એવી વાતમાં ઝઘડો થતાં એક યુવકને ધાબા ઉપરથી નીચે ફેંકીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ કિસ્સો હરિયાણાના અંબાલા જિલ્લાના નારાયણગઢ અનાજ બજારનો છે. યુવકનું મોત થયા બાદ પરિવારના લોકો તેને આકસ્મિત મોત સમજીને તેના મૃતદેહને બિહાર લઈને આવી ગયા હતા. ત્યારે હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મોતનું સાચું કારણ સામે આવ્યું છે.

સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે મૃત્યુ પામેલા યુવકના ભાઈની ફરિયાદના આધારે 5 લોકો વિરુદ્ધ જીવ લેવાનો ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મચ્છરદાનીમાં સુવાની બાબતમાં થયેલા ઝઘડાના કારણે યુવકને ધાબા ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો. ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ શ્રવણ હતું.

મળતી માહિતી અનુસાર શ્રવણ અને તેના અન્ય બે સાથે દિવસભર નારાયણ ગઢ અનાજ બજારમાં કામ કરતા અને રાત્રે ઉપેન્દ્ર ઠાકોર નામના વ્યક્તિની સાથે વિશ્વાસ અનાજ મંડીમાં દુકાન નંબર 57ના ટેરેસ પર સુવા જતા હતા. ઘટનાના દિવસે રાત્રિના સમયે શ્રવણ અને ઉપેન્દ્ર ઠાકોર વચ્ચે મચ્છરદાનીમાં સુવાની બાબતમાં ઝઘડો થઈ ગયો હતો.

વિવાદ એટલો વધી ગયો કે ઉપેન્દ્ર ઠાકોરે તેના ચાર સાથીદારો સાથે મળીને શ્રવણને દુકાનના ધાબા ઉપરથી નીચે ફેંકી દીધો હતો. ઉપરથી નીચે પડતા જ આ ઘટનામાં શ્રવણની ડોક તૂટી ગઈ હતી. આ કારણોસર શ્રવણનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકોને એવું લાગ્યું કે શ્રવણ આકસ્મિત રીતે દુકાન ઉપર થી નીચે પડી ગયો હશે.

તેથી તેઓ પોતાના દીકરાના મૃતદેહને લઈને બિહાર ચાલ્યા ગયા હતા. જ્યારે શ્રવણના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા ત્યારે જે દુકાનમાં ઘટના બની તેની બાજુની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે પાંચ લોકોએ મળીને શ્રવણને ધાબા ઉપરથી નીચે ફેંકી દીધો હતો. હાલમાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*