ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજે આપણે ગોંડલમાં(Gondal) બનેલી એક સુસાઇડની(Suicide) ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં મુથુટ ફાઇનાન્સના(Muthut Finance) બ્રાન્ચ મેનેજર(manager) ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. આ પગલું ભરતા પહેલા તેમને એક સુસાઇડ નોટ પણ લખી હતી. હાલમાં પોલીસે સુસાઇડ નોટના આધારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. વિગતવાર વાત કરીએ તો ગોંડલના કોટડાસાંગાણી રોડ ઉપર આવેલ રોયલ પાર્કમાં રહેતા યુવકે ઝેરી દેવા પી લીધી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
મૃત્યુ પામેલો યુવક ત્રણ ગુણ્યા પાસે આવેલ મુથુટ ફાઇનાન્સ બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ હરેન જગદીશભાઈ જાની હતું. તેને સોમવારના રોજ સાંજના સમયે ખાંડાધાર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેને 108 એમ્બ્યુલન્સમાં ફોન કરીને એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી.
ઘટનાની માહિતી મળતા જ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી આવી હતી, ત્યારબાદ તેમણે હરેનને ગાડીમાંથી બહાર કાઢીને સારવાર માટે ગોંડલ સુખવાલા હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ગત મોડી સાંજે દરમિયાન સારવાર દરમિયાન તેને પોતાનો જીવ ગુમાવ્યો છે.
યુવકે આ પગલો ભરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. હાલમાં ગોંડલ તાલુકા પોલીસ સુસાઇડ નોટ ના આધારે વધુમાં તપાસ હાથ ધરી છે. યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ યુવકના સુસાઇડનું સાચું કારણ જાણવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો