બહેનની ડોલી ઉઠે તે પહેલા ભાઈની અર્થી ઊઠી..! લગ્નના કાર્ડ વેચવા નીકળેલા દુલ્હનના ભાઈ અને જીજાજીનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત… લગ્નની ખુશીઓમાં માતમ છવાયો…

Published on: 4:38 pm, Fri, 12 May 23

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં બહેનની ડોલી ઉઠે તે પહેલા ભાઈની અર્થી ઉઠતા આખું પરિવાર હિબકે ચડ્યું છે. મળતી માહિતી અનુસાર દુલ્હનનો ભાઈ પોતાના જીજાજી સાથે લગ્નના કાર્ડ(Wedding cards) વેચવા માટે ઘરેથી બુલેટ લઈને નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અકસ્માતમાં(accident) તેમનું મૃત્યુ થયું હતું.

આ ઘટના ગુરૂવારના રોજ બિહારના ગોપાલગંજમાં બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ મૃતકના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનવાના કારણે લગ્નની ખુશીઓ પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં અનિલ કુમાર અને અજય કુમાર નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અકસ્માતની ઘટના બની ત્યારે બંને નેશનલ હાઈવે 27 પર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. ત્યારબાદ આસપાસના લોકોની મદદથી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ બંનેની હાલત વધારે ગંભીર હોવાના કારણે ડોક્ટરે તેમને સારી સારવાર માટે ગોરખપુર મોકલી આપ્યા હતા. અહીં સારવાર દરમિયાન બંને પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામેલા ભાઈનું નામ અનિલ કુમાર હતું. અનિલ માતા પિતા નો એકનો એક દીકરો હતો.

અનિલની નાની બહેનના નેહાના લગ્ન 21 મેના રોજ થવાના હતા. લગ્ન હોવાના કારણે ઘરે સગા સંબંધીઓને કાર્ડ વેચવાની કામગીરી ચાલુ હતી. જેના કારણે અનિલની મોટી બહેનના પતિ અજય અને અનિલ બંને કાર્ડ વેચવા માટે યુપીના કુશીનગરમાં તેમના ફોઈના ઘરે જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં ઓવરબ્રિજ પાસે તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટના કેવી રીતે બની તેની કોઈપણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલો અજય ટ્રક ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અજયના મૃત્યુના કારણે બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો