ગણપતિ વિસર્જન દરમિયાન 5 લોકો નદીમાં ડૂબ્યા, એક યુવકે 3 લોકોને બચાવ્યા, એકનું મૃત્યુ અને એક લાપતા…જુઓ ઘટનાનો વિડીયો…

Published on: 12:37 pm, Sat, 10 September 22

ગણેશ વિસર્જનના દિવસે બનેલી એક દુઃખ દાયક ઘટના સામે આવી છે. ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ ગણેશ વિસર્જન દરમિયાન ઝાંસીમાંથી નીકળતી બેતવા નદીમાં પાંચ લોકો ડૂબ્યા હતા. ત્યારબાદ આસપાસના લોકોએ નદીમાં ડૂબી ગયેલા 5 યુવકોમાંથી ત્રણ યુવકોને જીવતા બહાર કાઢ્યા હતા. જ્યારે બે યુવકો નદીમાં ડૂબી ગયા હતા.

શોધખોળ દરમિયાન એક યુવકનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે હજુ પણ એક યુવક લાપતા છે. તેની શોધ કોણે ચાલુ છે. આજરોજ તેને શોધવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. નદીમાં ડૂબતા યુવકોનો એક વિડીયો પણ સામે આવ્યો છે જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક નદીમાં કુદીને ત્રણ બાળકોને બચાવી લે છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ગણેશ વિસર્જનના દિવસે પાંચ યુવકો નદીમાં ડૂબીયા હતા. આ દ્રશ્યો જોઈને એક તરવૈયો યુવક નદીમાં કૂદીને ત્રણ લોકોને બચાવી લે છે.

જ્યારે અન્ય બે યુવકો નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારબાદ બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન 40 વર્ષીય બબલી નામના યુવકનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. જ્યારે 17 વર્ષીય હર્ષ નામના યુવકની શોધ કોણે શરૂ છે.

હાલમાં તેની શોધખોળ ચાલુ છે. મૃત્યુ પામેલા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ તટસ્થ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર હજુ પણ જે યુવક લાપતા છે તે ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. તે ઘરેથી કીધા વગર ગણપતિ વિસર્જનમાં ચાલ્યો ગયો હતો. દીકરાના મૃત્યુના ડૂબવાના સમાચાર તેના માતા પિતાને સાંજના સમયે મળ્યા હતા અને સમાચાર સાંભળીને તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. હાલમાં હર્ષ ની શોધખોળ ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગણપતિ વિસર્જન દરમિયાન 5 લોકો નદીમાં ડૂબ્યા, એક યુવકે 3 લોકોને બચાવ્યા, એકનું મૃત્યુ અને એક લાપતા…જુઓ ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*