રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ અને બહેનના સંબંધને દર્શાવતો મહત્વનો તહેવાર. આ દિવસે બહેન ભાઈ ના કાંડા પર રાખડી બાંધે છે. અને બહેન ભાઈ પાસેથી રક્ષણનું વચન લે છે પછી બદલામાં ભાઈ વચન આપીને કેટલીક અવનવી ભેટો આપતા હોય છે.
હાલ જો વાત કરવામાં આવે તો ગુજરાતના સુરતમાં કે રક્ષાબંધનના તહેવારને લઈને સૌથી મોંઘી રાખડીઓ અહીં સુરતમાં તૈયાર કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે તો બહેનો તેમના ભાઈઓના કાંડા પર રેશમી દોરાથી બનેલી રાખડીઓ બાંધતી હોય છે અને હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રથા જ જોવા મળે છે કે જેમાં બહેન ભાઈને રેશમના દોરાવાળી રાખડી બાંધતા હોય છે.
પરંતુ જો શહેરી વિસ્તારોની વાત કરવામાં આવે તો બદલાતા સમયની સાથે રાખીઓની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. અને સુરતની દુકાનમાં સૌથી મોંઘી મોંઘી રાખડીઓ વેચાઈ રહી છે. જેમ કે સોના ચાંદી પ્લેટિનિયમથી લઈને હીરા જડેલી તમામ પ્રકારની રાખડીઓ હાલ સુરત શહેરની તમામ દુકાનોમાં જોવા મળી રહી છે.
એ રાખડીઓની સુંદરતા અને ડિઝાઇનના વખાણ ની જો વાત કરીએ તો અત્યાર સુધીની સૌથી મોંઘી રાખડી કે જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે અને તેની કિંમત પાંચ લાખ રૂપિયા છે. ત્યારે તમે પણ આ રાખડી ની કિંમત સાંભળીને ચોંકી ઉઠ્યા હશો.
પરંતુ હાલ સૌથી મોંઘી અને આકર્ષણનું કેન્દ્ર બનેલી આ પાંચ લાખ રૂપિયાની રાખડી કે જે હાલ સુરતની એક દુકાનમાં જોવા મળી. આપણે સૌ પરિચીત છીએ કે ગુજરાત નું ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત કે વિશ્વભરમાં કોતરવામાં આવનારા 100 હીરામાંથી 75 હીરા તો સુરતમાં કોતરવા માં આવ્યા છે.
અને હાલ તો સુરતના શ્રીમંત પરિવારને અલગ અલગ તહેવારો પર આવા અનોખા ઘરેણા ખરીદવાનો શોખ હોય છે. એવામાં જ હાલ રક્ષાબંધનના તહેવારને લઈને પાંચ લાખ રૂપિયા સુધીની રાખડી તૈયાર કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment