અમદાવાદ શહેરના દિવસેને દિવસે કો વકરતો જાય છે અને હાલત ખરાબ થતી જાય છે. અમદાવાદમાં હોસ્પિટલમાં બેડ પણ ઉપલબ્ધ નથી ત્યારે લોકડાઉન લાદવાની અપીલ કરાઈ રહી છે. પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારમાં તેની પહેલ કરી છે.
અને આ મોટા વિસ્તારમાં પાંચ દિવસ નું સ્વેચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત કરાઇ છે. ગુજરાતના ટોચના અખબારના અહેવાલ પ્રમાણે, આજે શુક્રવાર એટલે કે 16 એપ્રિલથી 20 એપ્રિલ સુધી સમગ્ર નિકોલ વિસ્તારમાં સ્વેચ્છિક લોકડાઉન બાળવામાં આવશે.
અને અમદાવાદમાં હાલમાં નાઈટ કરફ્યુ અમલમાં છે પણ તેના કારણે કોરોના કેસ માં ઘટાડો થઈ રહ્યો નથી.નિષ્ણાતોના મત મુજબ, કોરોના ને રોકવા માટે અત્યારે સામાજિક અંતર, માસ્ક, સેનેટાઈઝર ખૂબ જરૂરી છે.
આ સંજોગોમાં નિકોલ વિસ્તારમાં ઉમિયા વિકાસ ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટની પહેલથી પાંચ દિવસ નું સ્વેચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત કરાઇ છે.
આ પહેલા સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાંચ દિવસનું લોકડાઉન લાદવા ની અપીલ કરીને આહવાન કરવામાં આવ્યું હતું કે લોકડાઉન એક માત્ર ઉપાય છે.
રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોના મ્હાત આપી છે અને તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 44 હજાર ને પાર પહોંચી ગઈ છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment