આ બેન્ક ભારત માં થઈ જશે બંધ, તમારું ખાતું હોય તો ચેક કરી લો.

Published on: 3:56 pm, Fri, 16 April 21

દુનિયાની દિગ્ગજ બેન્કિંગ કંપનીઓમાં સામેલ સીટી બેંક હવે ભારતમાં પોતાનો બિઝનેસ સમેટી લેવાના મૂડમાં છે. અમેરિકાની આ બેંકે ગુરૂવારે ભારતમાંથી કારોબાર સમેટી લેવાનું એલાન કર્યું છે. જોકે આ નિર્ણય બેન્કે કેમ લીધો અને કર્મચારીઓ પર શું અસર થશે તે વિશે પણ તેઓએ વાત કરી હતી.

સીટીબેન્કે ભારતની બહાર નીકળવાનો નિર્ણય પર કહ્યુ કે, આ તેની વૈશ્વિક રણનીતિનો હિસ્સો છે. સિટીબેન્કે ગ્લોબલ લેવલ પર આ નિર્ણય કર્યોછે કે તે 13 માર્કેટમાંથી પોતાના બિઝનેસને હટાવી લેશે. હવે તે કેટલાક સંપન્ન દેશો પર જ ફોકસ કરશે.

બેન્ક કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં ક્રેડિટ કાર્ડ, રીટેલ બેન્કિંગ, હોમ લોન અને વેલ્થ મેનેજમેન્ટ સામેલ છે. સિટી બેન્કની દેશમાં 35 શાખાઓ છે અને તેના કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં 4000 કર્મચારીઓ કામ કરે છે.

સીટી બેન્ક ના ગ્લોબલ સીઇઓ જેન ફેઝરે કહ્યુ કે આ ક્ષેત્રોમાં કોમ્પિટિશન નો માહોલ નથી જેના કારણે બેંકે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સીટીબેન્ક રિટેલ બિઝનેસ માંથી બહાર નીકળી રહી છે.

સિટીબેન્ક પોતાની નવી બિઝનેસ સ્ટેટેજી સાથે ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, ચીન, ઈન્ડોનેશિયા, મલેશિયા, બહરિન, સાઉથ કોરિયા, પોલેન્ડ, ફિલિપિન્સ,રૂસ,તાઇવાન, થાઇલેન્ડ.

અને વિયેતનામમાંથી પણ પોતાનો રિટેલ બિઝનેસ ઉઠાવી લેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિટીબેન્ક ભારતમાં પોતાનો રીટેલ અને કન્ઝ્યુમર બિઝનેસને વેચવા માટે કોઈ પાર્ટનર શોધી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ બેન્ક ભારત માં થઈ જશે બંધ, તમારું ખાતું હોય તો ચેક કરી લો."

Leave a comment

Your email address will not be published.


*