મોદી સરકારની તમામ રાજ્યોને સલામ : કોરોના પર કાબૂ મેળવવા લોકડાઉન ના બદલે કરો આ કામ.

250

ભારતમાં સતત બે દિવસથી બે લાખથી વધુ કોરોના ના કેસો નોંધાઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં કેટલા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે કે જેટલા મારી બાદ ક્યારેય નથી નોંધાયા. કેન્દ્ર રાજ્યોને સલાહ આપી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન થયેલી બેઠકો માં કેન્દ્ર રાજ્ય સરકારને સલાહ આપી છે.

કે તેઓ કોરોના પર કાબૂ મેળવવા માટે બ્રિટન મોડલ અપનાવે.કેન્દ્ર સરકારે કહ્યું કે, રાજ્યોને લોકલ મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવવા પડશે રસીકરણ માં ઝડપ લાવવી પડશે અને એટલું જ નહીં.

બીજા રાજ્યોમાંથી ડોક્ટર પણ મંગાવવા જોઈએ જેથી સ્થાનિક હેલ્થકેર વર્કફોર્સ પર પડી રહેલા દબાણ ઓછું કરી શકાય.ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, રાજ્યોને કોરોના ની સ્થિતિ લડવા માટે યુનાઇટેડ કિંગડમ નું ઉદાહરણ આપ્યું છે.

યુકેમાં ગત વર્ષે ડિસેમ્બરમાં કોરોના ના નવા સ્ટ્રેન મળ્યા બાદ થી કન્ટેન્મેન્ટ ઝોન બનાવવામાં આવ્યા અને ત્યાં સખત લોકડાઉન લગાવાયું સાથે જ રસીકરણ ની ઝડપ પણ વધારવામાં આવી.

ભારતની રણનીતિ હાલ લોકડાઉન ના બદલે માઈક્રો કન્ટેનમેન્ટ ની છે. આનાથી લોકલ મુવમેન્ટ અટકે છે પરંતુ એક રાજ્યોથી બીજા રાજ્યો વચ્ચે અવરજવર શરૂ રહી શકે છે.

ગુરુવારે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ મધ્યપ્રદેશમાં કોરોના ની સ્થિતિ ને લઈને ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી.

આ મીટીંગમાં પણ આ વાત પર જોર આપવામાં આવ્યું છે કે રાજ્યમાં લોકોને ગેર જરૂરી અવરજવર અને એકઠા થવા પર રોક લગાવવી જોઈએ, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાંથી કોરોના વિસ્ફોટ કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!