કારમાં ભાવનગરથી દ્વારકા જતા 4 યુવકોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… કાર 40 ફુટની ઊંચાઈ પરથી નીચે પડી… એક યુવકનું કમકમાટીભર્યું મોત…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટના જેતપુર નેશનલ હાઈવે પર બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અહીં ઓવરબ્રિજ પરથી કાર નીચે પડી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવારે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

જ્યારે અન્ય ત્રણ યુવકોનો આબાદ બચાવ થયો છે ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પછી પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કારમાં સવાર ચારેય યુવકો ભાવનગરથી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં 40 ફૂટ જેટલી ઊંચાઈ પરથી કાર નીચે પડી હતી.

આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ દીપ હતી. દીપના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ ઉપરાંત ઘટનામાં અન્ય ત્રણ યુવકોનો આબાદ બચાવો થયો છે. તે લોકોનું કહેવું છે કે કાર અચાનક જ કેવી રીતે ઉપરથી નીચે પડી તેની ખબર જ પડી નથી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. હાલમાં પોલીસે ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*