હાલમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પૂરપાટ ઝડપે જતી એક સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 4 મિત્રોમાંથી 2 મિત્રોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા.
અન્ય બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા બંનેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા ભુવાની પ્રાથમિક માહિતી મળી રહે છે. આ અકસ્માતની ઘટના ટંકારાના મીતાણા નજીક ઓવરબ્રિજ પાસે આજરોજ વહેલી સવારે બની હતી. મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામના ઓવરબ્રિજ પાસે આજરોજ વહેલી સવારે GJ 03 ER 4200 નંબરની સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં મોરબીના નવી પીપળી ગામે રહેતા 26 વર્ષીય જય જીતેન્દ્રભાઈ ચાવડાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રોહિતભાઈ ડાયાભાઈ કોળી, રૂપેશભાઈ મનજીભાઈ ધોળકિયા અને ગોપાલભાઈ નામના ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા
તેમને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન રોહિતભાઈ કોળીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રૂપેશભાઈ ધોળકિયા અને ગોપાલભાઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહે છે.
મળતી માહિતી અનુસાર સ્વીફ્ટ કારમાં સવાર તમામ મિત્રો રાજકોટથી ગરબા જોઈને મોરબી તરફ ફરત કરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બંને યુવકોના મૃત્યુના સમાચાર પરિવારજનોને મળતા બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અચાનક કેવી રીતે સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાય તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનામાં સ્વીફ્ટ કારનો આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર સ્વીફ્ટ કારમાં સવાર તમામ મિત્રો રાજકોટથી ગરબા જોઈને મોરબી તરફ ફરત કરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બંને યુવકોના મૃત્યુના સમાચાર પરિવારજનોને મળતા બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અચાનક કેવી રીતે સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાય તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનામાં સ્વીફ્ટ કારનો આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે.
Be the first to comment