રસ્તા પર જતી મહિલાઓ ચેતી જજો..! સ્કુટી પર સવાર મહિલા સાથે બન્યું કંઈક એવું કે…ઘટનાનો વિડીયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…

Published on: 3:31 pm, Wed, 5 October 22

સમગ્ર દેશભરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ચોરીની ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. જેમાં બાઈક પર સવાર થઈને આવેલા બે યુવકો સ્કુટીની પાછળ બેઠેલી મહિલાના હાથમાંથી પર્સ છીનવવાની કોશિશ કરે છે.

પરંતુ બાઈક ચાલક યુવકો પર્સ છીનવવામાં નિષ્ફળ ગયા હતા. આ ઘટનામાં ચાલતી સ્કુટીમાંથી પાછળ બેઠેલી મહિલા નીચે પડી ગઈ હતી. જેના કારણે તેના માથાના અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ત્યારબાદ મહિલાએ ગુમાવવું કરી હતી જેના કારણે બાઇક સવાર ચોર ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના જયપુરના મુહાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. સમગ્ર ઘટનાને એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મંગળવાર ના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ SFS ચાર રસ્તા પાસે બાઈક પર સવાર થઈને આવેલા બે યુવકોએ એક મહિલા પાસેથી પર્સ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બાઇક સવાર યુવકો મહિલાને સ્કુટી પરથી નીચે પછાડી દે છે.

આ ઘટનામાં મહિલા 8 થી 10 ફૂટ સુધી જમીન પર ઘસડાઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાના મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસી સીસીટીવી ફૂટેજના આધારે બાઈક ચાલકોની શોધખોળ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર અનિલ નામનો વ્યક્તિ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પોતાની પત્ની મીનાક્ષી સાથે પૂજાનો સામાન લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી બાઈક પર બે યુવકો આવ્યા હતા.

ત્યારે મીનાક્ષી પોતાના ખંભામાં પર્સ લટકાવ્યું હતું. બાઈક ચાલક યુવક તે પર્સ આચકવાનો પ્રયાસ કરે છે. પરંતુ મીનાક્ષી પોતાનું પર્સ છોડતી નથી. જેના કારણે તે ચાલતી સ્કુટીમાંથી રોડ પર નીચે પડે છે. આ ઘટનામાં તેના માથાના અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર જતી મહિલાઓ ચેતી જજો..! સ્કુટી પર સવાર મહિલા સાથે બન્યું કંઈક એવું કે…ઘટનાનો વિડીયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*