ભાઈના લગ્નમાંથી કાર લઈને ઘરે જતા 4 પિતરાઈ ભાઈઓનું અકસ્માતમાં દર્દનાક મોત… લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો…

Published on: 5:07 pm, Tue, 7 November 23

દેશભરના વિવિધ વિસ્તારોમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં ચાર પિતરાઈ ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ઘટનામાં લગ્નમાંથી ઘરે જતા ચાર પિતરાઈ ભાઈઓને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ચારેયના દર્દનાક મોત થયા છે. મૃતકોમાં વરરાજા ના ભાઈનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની ઘટના હરિયાણાના સોનીપત માંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર કારની એક બસ એ જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર રાત્રે ભાઈના લગ્ન પૂર્ણ થયા બાદ 5 પિતરાઈ ભાઈઓ કાર લઈને ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક બસે તેમની કારને ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણ પિતરાઈ ભાઈઓનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા બે ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન એકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય એકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ પરિવારજનોને થતા લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાઈના લગ્નમાંથી કાર લઈને ઘરે જતા 4 પિતરાઈ ભાઈઓનું અકસ્માતમાં દર્દનાક મોત… લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*