આ વ્યક્તિના ખાતામાં 24 કલાકમાં 31 અજબ રૂપિયા આવ્યા, આ વ્યક્તિ સોમવારે પૈસા ઉપાડવા બેંકે ગયો ત્યારે બન્યું એવું કે…, જાણીને તમે પણ ચોકી ઉઠશો…

મિત્રો હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં ઘણા લોકો રાતોરાત કરોડપતિ બની ગયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક પરિવાર રાતોરાત કરોડપતિ નહીં પરંતુ અબજોપતિ બની ગયું છે. સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો, આ પરિવારને બે દિવસ મજૂરી કામ ન મળે તો તેના પરિવારના 9 લોકોને વારો આવતો હતો.

ઘણા દિવસો સુધી ઘરે શાકભાજી અને કઠોળ બનાવી શકતા ન હતા. તેથી પરિવારના સભ્યો ઘરમાં જે પણ પડ્યું હોય તે ખાઈને પોતાની ભૂખ સંતોષતા હતા. પરંતુ પરિવાર એ વિચાર્યું પણ નહીં હોય કે રાતોરાત તેઓ અબજોપતિ બની જશે. 45 વર્ષે બિહારી લાલ નામના વ્યક્તિના ખાતામાં 24 કલાકમાં 31 અજબ રૂપિયા આવ્યા છે.

બિહારી લાલે જણાવ્યું કે, હું રવિવારે એક બેંકના મિત્ર સાથે એકાઉન્ટ ચેક કરવા માટે ગામે ગયું હતું. મને આશા હતી કે મારા ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા આવી ગયા હશે. જ્યારે મેં મારું બેંક બેલેન્સ ચેક કર્યું ત્યારે તેમાં 31 અજબ 7 કરોડ 49 લાખ 45 હજાર 625 રૂપિયા હતા.

ત્યારબાદ મેં 20,000 રૂપિયા ઉપાડવાની કોશિશ કરી પરંતુ ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે પૈસા ઉપડી શક્યા નહીં. ત્યારબાદ મેં મારા મિત્રને 10,000 રૂપિયા ઉપાડવાનું કહ્યું, પરંતુ ત્યારે પણ પૈસા ઉપાડ્યા નહીં. પછી મેં સોમવારના રોજ બેંક ખુલતાની સાથે પૈસા ઉપાડવાનું વિચાર્યું હતું.

ત્યારબાદ મેં ઘરે જઈને આ તમામ વાત ઘરના સભ્યોને જણાવવી હતી. આ વાત સાંભળીને પરિવારના સભ્યો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ હું સોમવારના રોજ સવારે બેંકે પહોંચ્યો હતો. ત્યારે બેંકના કર્મચારીને મેં મારી પાસબુક આપી હતી.

ત્યારે બેંકના કર્મચારીએ જણાવ્યું હતું કે તમારા ખાતામાં માત્ર 126 રૂપિયા જ વધ્યા છે. આ વાત સાંભળીને મને મોટો ધાસકો લાગ્યો હતો. જ્યારે હું ઘરે પહોંચ્યો અને આ વાત મારી પત્નીને કરી ત્યારે મારી પત્ની રડવા લાગી હતી અને ઘરના બધા સભ્યો નિરાશ થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*