બાઈક પર સવાર યુવકને ટ્રકે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ – બે બાળકો પિતા વગરના થઈ ગયા…

Published on: 3:30 pm, Wed, 3 August 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. એક ઝડપી ટ્રકે બાઇક સવાર યુવકને પાછળથી જબરદસ્ત લગાવી હતી. પરંતુ યુવક 20 ફૂટ ઊંડી ખીણમાં એક પથ્થર પર પડ્યો હતો. યુવકનું માથું પથ્થર સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

સમગ્ર ઘટના બાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. યુવકના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનું મોજો ફરી વળ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના ભોપાલમાં બની હતી.

અકસ્માતની ઘટના ટ્રાન્સપોર્ટ નગરના નવા બાયપાસ રોડ ઉપર બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ વિનોદ વિશ્વકર્મા હતુ. મળતી માહિતી અનુસાર વિનોદના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારના રોજ રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના રવિવારના રોજ બની હતી. બાઈક સવાર વિનોદની એક ટ્રકે પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કરના કારણે બાઇક બેકાબુને રેલિંગ સાથે અથડાઈ હતી. આ દરમિયાન બાઈક રેલિંગમાં ફસાઈ ગઈ હતી.

જ્યારે બાઈક પર સવાર વિનોદ 20 ફૂટ નીચે ખીણમાં પડી ગયો હતો. આ ઘટના બની ત્યારે કેટલાક નાના બાળકો ત્યાં રમી રહ્યા હતા. તેમને આ ઘટનાની જાણ આસપાસના લોકોને કરી હતી. ઘટનાની જાણ થતા જ તેઓ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસની મદદ લઈને ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મંગળવારના રોજ રાત્રે સારવાર દરમિયાન વિનોદ નું મૃત્યુ હતું. વિનોદના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર સવાર યુવકને ટ્રકે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ – બે બાળકો પિતા વગરના થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*